ઉત્તરપ્રદેશ: કાનપુર અકસ્માત ઘટનામાં પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
ઉત્તરપ્રદેશમાં કાનપુર જિલ્લાના બહારીય વિસ્તારમાં મંગળવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં.આ અકસ્માત કાનપુરના સચિન્ડિ વિસ્તારમાં થયો હતો. જ્યાં ઉન્નાવથી ગુજરાત જઇ રહેલી એક બસ સ્થાનિક સવારીથી ભરેલ ટેમ્પો સાથે અથડાઇ હતી. આ ઘટના બાદ કાનપુરના પોલીસ કમિશનર અસીમ અરૂણે જણાવ્યું હતું કે ટેમ્પોમા સવાર મોટા ભાગના મૃતકો સ્થાનીક હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવાર જનોને બે-બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. કાનપુરમાં થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યકત કર્યું હતું અને ઘટનામાં ઇજા પામનાર જલ્દી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી હતી. આ ઘટના બાદ PM મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આફત રાહતફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
