કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ; દેશના વિવિધ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયાઓ શરૂ
Live TV
-
દેશમાં ઓફિસો અને તેના સ્ટાફમાં હાજરીમાં ફેરફાર કર્યો છે જયારે આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ કાયમ રાખ્યો છે સાથે લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પણ એકઠા થવા પર પ્રતિબંધ અકબંધ રાખ્યો છે
દેશમાં કોરોના વિરોધી રસીકરણ સફળતાથી ચાલી રહ્યું છે ત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે કોરોનાના કેસમાં ઘટાડો થતાં દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે.રાજસ્થાનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દુકાનો અને બજારને ચાર વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવામાં આવી છે.જ્યારે મોલ્સ, મલ્ટિપ્લેક્સ, પાર્ક જેવી જગ્યાઓ બંધ રહેશે.30 જૂન સુધી લગ્ન સભારંભ ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.આ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા પાડોશી રાજ્યોની બસોની અવરજવર પર લગાવેલાં પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. જ્યારે કેરળ સરકારે થોડીક છૂટછાટ આપીને લોકડાઉનને 16 જૂન સુધી લંબાવ્યું છે. પંજાબ સરકારે સાંજે છ વાગ્યા સુધી દુકાનો ખોલવાની અને 50 ટકા કર્મચારી સાથે ઓફિસોને ખોલવાની છૂટ આપી છે. જો કે રાત્રી કરફ્યુ 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. દેશમાં ઓફિસો અને તેના સ્ટાફમાં હાજરીમાં ફેરફાર કર્યો છે જયારે આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ કાયમ રાખ્યો છે .સાથે લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પણ એકઠા થવા પર પ્રતિબંધ અકબંધ રાખ્યો છે
