Skip to main content
Settings Settings for Dark

ભારતના વિદેશમંત્રી ડૉ .એસ.જયશંકર આજે કુવૈતના ત્રણ દિવસના પ્રવાસે

Live TV

X
  • વિદેશમંત્રી ડોક્ટર એસ.જયશંકર આજે કુવૈતના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ કુવૈતના વિદેશમંત્રી અને કેબિનેટ બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર અહમદ નાસેર અલ સબાહે આપેલા નિમંત્રણને પગલે કુવૈત જઇ રહ્યા છે. વિદેશમંત્રી તરીકે ડોક્ટર જયશંકર પહેલી જ વાર કુવૈત પ્રવાસે જઇ રહ્યા છે. તેઓ કુવૈતમાં ઉચ્ચ કક્ષાની બેઠકોમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે.  કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો વસે છે. બંને દેશો વચ્ચે 60 વર્ષ પહેલાં રાજદ્વારી સંબંધની સ્થાપના થઇ હતી. ભારત અને કુવૈત વચ્ચે ઘનિષ્ટ વેપારી સબંધો છે કુવેત ભારતને ખનીજતેલ પુરૂ પાડનાર મુખ્ય દેશ છે. કેટલાક સપ્તાહ પહેલાં કુવૈતે ખુબ જવા બદારી પુર્વક ભારતને મેડિકલ ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply