અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુપીના 1984 બેચના આઈએએસ નિવૃત્ત અધિકારી અનુપચંદ્ર પાંડેની ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાન વિભાગ દ્વારા ગઈકાલે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમણે પ્રયાગરાજ કુંભ મેળાનું પણ સફળતાપૂર્ણ આયોજન અને સંચાલન કર્યું હતું. અનુપચંદ્ર પાંડેની નિયુક્તિ સાથે હવે, ચૂંટણી પંચના સભ્યોની સંખ્યા ત્રણ થઇ છે. અનુપમચંદ્ર પાંડેએ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ ઉમદા કામગીરી કરી છે. યુપી સાથે સાથે તેમણે નવી દિલ્હીમાં પણ કેન્દ્રીય મંત્રીઓ સાથે કામગીરી બજાવી છે. પાંડે ચૂંટણી પંચમાં લગભગ ત્રણ વર્ષના કાર્યકાળ માટે સેવા આપશે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવના પદે રહેલા ડૉ.અનુપચંદ્ર પાંડે 37 વર્ષનો વહીવટી અનુભવ ઘરાવે છે.
