Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રાલયનો ઓમિક્રોનને ધ્યાનમાં લઈને ભારત આવવાવાળા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકામાં સુધારો

Live TV

X
  • આરોગ્ય મંત્રાલયે કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં લઈને ભારત આવવાવાળા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.
    આરોગ્ય મંત્રાલયે પ્રવાસની પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કર્યા બાદ 14 દિવસના પ્રવાસની વિગતો જમા કરાવવાનું અનિવાર્ય કર્યું છે. પ્રવાસના 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

    આરોગ્ય મંત્રાલયના દિશા નિર્દેશો મુજબ જોખમની આશંકાવાળા દેશોના પ્રવાસીઓના આગમન બાદ હવાઈમથકે કોવિડ પરિક્ષણ કરાવવું પડશે અને રિપોર્ટની રાહ જોવા પડશે. પરિક્ષણ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ માટે તેમના નિવાસસ્થાને ક્વોરન્ટાઈન થવું પડશે અને આઠમાં દિવસે તેમણે ફરીથી તપાસ કરાવવાની રહેશે. બીજીવખત પણ રિપોર્ટ નેગેટિવ આવે તો આગામી સાત દિવસ સુધી તેમણે પોતાના આરોગ્યની દેખભાળ રાખવી પડશે. જોખમવાળા દેશો સિવાયના પ્રવાસીઓને હવાઈમથકથી બહાર જવાની મંજૂરી અપાશે અને તેમને 14 દિવસ સુધી પોતાના આરોગ્યની દેખભાળ રાખવી પડશે. વિદેશથી આવનારા લોકોમાંથી કુલ પાંચ ટકા પ્રવાસીઓને હવાઈમથકે આગમન બાદ પરિક્ષણ કરાવવું પડશે. આ પરિક્ષણોનું ખર્ચ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભોગવશે. દરિયાઈ માર્ગે આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ હવાઈ પ્રવાસીઓની જેમ પરિક્ષણ કરાવવું પડશે.

    નવા દિશા –નિર્દેશો મુજબ પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પરિક્ષણોમાંથી છૂટ આપવામાં આવી છે. અર્થાત આગમન પર અથવા હોમ ક્વોરટન્ટાઈનના સમયે કોવિડના લક્ષણ જોવા મળે તો તેમનું પરિક્ષણ કરવામાં આવશે અને નિર્ધારીત ધોરણે પ્રમાણે તેમનો ઉપચાર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
apply