આરોગ્ય મંત્રાલયે માનવ અંગ પ્રત્યાર્પણ અધિનિયમ 1994ની રજત જયંતિ મનાવી
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વીનીકુમાર ચૌબેએ અંગદાન આંદોલનમાં લોકોને ભાગીદારી કરવા અપીલ કરી
રાષ્ટ્રીય અંગ પ્રત્યાર્પણ સંગઠન દ્વારા આયોજિત અંગદાન પ્રત્યારોપણ અધિનિયમ 1994ની રજત જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીનીકુમાર ચૌબેએ ખાસ હાજરી આપી હતી..અંગદાન મહાદાન પર ભાર મૂકતા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યુ હતુ કે આ કાર્ય માટે લોકોની ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ..અને બાળકોને પ્રારંભથી જ આ વીશે જાગૃત કરવા જોઈએ..અંગદાન મુદ્દે ઘણા બધા ભ્રમ ફેલાવાય છે..પણ અંગદાન કરવા ઈચ્છુક દાતાએ વિના ડરે આગળ આવવુ જોઈએ..તેઓ પોતાનો ડેટા એનઓટીટીઓ સાથે શેર કરે..જેથી કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય અંગદાન કરનારા અને અંગ પ્રાપ્ત કરનારની તમામ બાબતોનો રેકોર્ડ રાખવામાં આવી શકે.આ પ્રસંગે કેન્દ્રીયમંત્રીએ માનવ અંગ પ્રત્યાર્પણ અધિનિયમ 1994ના રજત જયંતિ સંસ્કરણનું પણ અનાવરણ કર્યુ હતુ તેમજ મિલિયન ફોર બિલિયન ના ઉદ્દેશ્યને સાકાર કરવા ઓનલાઈન સિસ્ટમનો શુભારંભ કરાવ્યો હતો.
