Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક - વિધાનસભા અધ્યક્ષ 13 ધારાસભ્યોના રાજીનામા પર લેશે નિર્ણય

Live TV

X
  • સીએમ કુમારસ્વામી માટે આજનો દિવસ અતિમહત્વનો

    કર્ણાટકમાં સરકાર પર સંકટ ઓછું થવાનો કોઈ અણસાર દેખાતો નથી ત્યારે સીએમ કુમારસ્વામી માટે આજનો દિવસ અતિમહત્વનો છે. કારણ કે, જેડીએસ અને કોંગ્રેસના જે 13 બળવાખોર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેના પર પાર્ટીના અધ્યક્ષ કે.આર.રમેશ આજે કોઈ નિર્ણય લઈ શકે છે. તમામ બળવાખોર વિધાનસભ્યોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ તેઓ ટસના મસ થવા તૈયાર નથી. આ તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ અંગે તમામને એક પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં આ બેઠકમાં ઉપસ્થિત ન રહેનારા ધારાસભ્યો વિરૂદ્ધ કડક પગલા ભરવાની વાત કહેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, સોમવારે નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વરના નિવાસ સ્થાને મળેલી રાજ્યના મંત્રીઓની બેઠક બાદ રાજ્યના તમામ 22 મંત્રીઓએ રાજીનામાં આપ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી કુમાર સ્વામી પણ ઉપસ્થિત હતાં. બીજી તરફ રાજ્યમાં ચાલી રહેલી રાજકીય સંકટની સ્થિતિ સાથે ભારતીય જનતા પાર્ટીની કોઈ ભૂમિક ન હોવાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી.એસ.યેદીયુરપ્પાએ જણાવ્યું 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply