Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી શરૂ થશે પ્રથમ નૌકાદળ કમાન્ડર સંમેલન, INS વિક્રાંતમાં સંમેલનનું આયોજન

Live TV

X
  • સંમેલનનો પ્રથમ તબક્કો પ્રથમ વખત સ્વદેશમાં નિર્મિત INS વિક્રાંતમાં દરિયામાં યોજાશે.

    પ્રથમ નૌકાદળ કમાન્ડર સંમેલન 6 માર્ચના રોજ સોમવારથી શરૂ થશે. આ  સંમેલનના માધ્યમથી નૌકાદળ કમાન્ડર સુરક્ષાથી જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર સરકારના વરિષ્ઠ અધિકારીઓની સાથે સંસ્થાગત સ્તરે વિચાર-વિમર્શ કરશે. કમાન્ડર સંમેલનનો પ્રથમ તબક્કો પ્રથમ વખત સ્વદેશમાં નિર્મિત આઈએનએસ વિક્રાંતમાં દરિયામાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રથમ દિવસે INS વિક્રાંત પર નૌકાદળના કમાન્ડરોને સંબોધિત કરશે. પ્રમુખ રક્ષા અધ્યક્ષ તથા ભારતીય સેના અને વાયુ સેનાના પ્રમુખ પણ નૌસેનાના કમાન્ડર સાથે ચર્ચા કરશે. નૌસેના પ્રમુખ અન્ય કમાન્ડરો સાથે તાલીમ અને પ્રશાસનિક ગતિવિધિઓ અંગે સમીક્ષા કરશે. આગામી મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. સંમેલન દરમિયાન નૌસેના કમાન્ડરોને અગ્નિપથ યોજનાની લેટેસ્ટ સ્થિતિ સાથે અવગત કરાવવામાં આવશે. આ યોજના નવેમ્બર 2022માં લાગુ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply