પ્રધાનમંત્રી મંગળવારે મેઘાલય અને નાગાલેન્ડમાં મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે
Live TV
-
ત્રિપુરામાં મુખ્યમંત્રી પદ માટે બુધવારે શપથ લેવામાં આવશે.
મેઘાલય અને નાગાલેન્ડમાં મંગળવારે મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્રિપુરામાં મુખ્યમંત્રી પદ માટે બુધવારે શપથ લેવામાં આવશે. ત્રણેય પૂર્વોત્તર રાજયોના મુખ્યમંત્રીઓના શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફયુ રિયોએ ગઇકાલે રાજયપાલ લા. ગણેશનને પોતાનું રાજીનામું આપી દીધું હતું. નેફયુ રિયાને શુક્રવારે NDPP વિધાનસભા પક્ષના સર્વસંમતિથી નેતા ચૂંટી આવતીકાલે સરકાર રચવાનો દાવો કરી શકે છે.
NDPP અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધનના 60 સભ્યોવાળી વિધાનસભામાં 37 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. શપથગ્રહણ પ્રસંગે કોહિમામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી આશા છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી NPPના પ્રમુખ કોનરોડ સંગમાએ સરકાર બનાવવા માટે રાજયપાલથી નિમંત્રણ મળ્યાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમની પાસે 32 ધારાસભ્યોનો સમર્થનપત્ર છે. સંગમાએ કહ્યું કે, તેમને સરકાર બનાવવા માટેની જરૂરિયાત કરતા એક ધારાસભ્યનું વધારે સમર્થન મળ્યું છે. સંગમાએ NPP, ભારતીય જનતા પાર્ટી, HSPDPના બે ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યો હિત 32 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થનપત્ર રાજયપાલને સુપરત કર્યો છે. દરમિયાન USP પણ TMC અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની મદદથી બિન NPP, ભાજપ ગઠબંધનની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્રિપુરામાં નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ આઠ માર્ચે યોજાશે. આ બીજી ઘટના છે જ્યારે રાજયમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર બની રહી છે. ભાજપ અને IPFT ગઠબંધને 60 સભ્યોવાળી વિધાનસભામાં બહુમતી કરતા એક બેઠક પર વધુ જીત મેળવી છે. અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.
