Skip to main content
Settings Settings for Dark

આસામના દીપુ રેલ્વે ટ્રેક પર અકસ્માત સર્જાયો, એક જવાન શહીદ 

Live TV

X
  • છોટા ઉદેપુર જિલ્લાના કસર વાવ ગામના બી.એસ.એફના જવાન દિલીપભાઈ રાઠવા વતનમાં રજાનો સમય પસાર કરવા ગયા હતા.ત્યારે રજાનો સમય પૂર્ણ કરી ફરજ પર હાજર થવા નીકળ્યાં હતાં. આસામના દીપુ રેલ્વે સ્ટેશનના રેલ્વે ટ્રેક પર રાત્રીના 2 વાગ્યાની આસપાસ દિલીપ રાઠવાને અકસ્માત સર્જાતા તેમનું સ્થળ પર મૃત્યુ થયું હતું. શહીદ દિલીપ રાઠવાના મૃતદેહને બી.એસ.એફના અધિકારીઓ દ્વારા તેમના ગામ લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના નિવૃત્ત તેમજ ચાલુ નોકરી કરતા સૈનિકો ઉપસ્થિત રહી શહીદ દિલીપ ભાઈ રાઠવાને શ્રદ્ધાજંલિ અર્પણ કરી પરિવારને સાત્વના પાઠવી હતી. શહીદ દિલીપ રાઠવાના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિને ધ્યાનમાં રાખી છોટા ઉદેપુર જિલ્લા સૈનિક સંગઠન દ્વારા માત્ર ત્રણ દિવસમાં દોઢ લાખ જેટલી આર્થિક સહાય એકત્ર કરી તેમના પરિવારને આપવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply