આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું ગુવાહાટીમાં નિધન
Live TV
-
આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોગ્રેંસના વરિષ્ઠ નેતા તરુણ ગોગોઇનું ગુવાહાટીમાં નિધન થયું. 84 વર્ષના તરુણ ગોગોઇ 2001થી 2016 સુધી સતત ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે.
પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા લોક સભાના તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, તરુણ ગોગોઇ લોકપ્રિય નેતા હોવાની સાથે વરિષ્ઠ પ્રશાસક પણ હતાં. તેમને અસમની સાથે સાથે કેન્દ્રમાં પણ રાજનીતીનો અનુભવ હતો. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે.
