Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં 24 કલાકમાં 49 હજારથી વધુ લોકોએ આપી કોરોનાને મ્હાત, સ્વસ્થ્ય થવાનો દર 93.69 ટકા થયો

Live TV

X
  • દેશમાં ગત છેલ્લાં 24 કલાક દરમિયાન 49 હજાર 715 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 85 લાખ 21 હજાર 617 દર્દીઓ સાજા થયાં છે. 

    સ્વસ્થ્ય થવાનો દર 93.69 ટકા થયો

    સ્વસ્થ્ય થવાનો દર 93.69 ટકા થયો છે. દેશમાં હાલ કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 4 લાખ 40 હજાર 962 છે. દેશમાં ગત છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 લાખ 75 હજાર 326 નમુનાનું પરિક્ષણ કરીને કોરોનાના વધતા પ્રમાણને રોકવા માટેનો વધુ એક કિર્તીમાન રચવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 13 કરોડ 17 લાખ 33 હજાર 134 કોરોનાના ટેસ્ટ થઈ ચુક્યાં છે. 

    દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 5,879 નવા કેસ

    દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 5,879 નવા કેસ નોંધાયા છે. જ્યારે 111 લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર અને રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આઈ.સી,યુ. બેડનો પણ વધારો કરવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply