આસામ અને પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન શરુ
Live TV
-
આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં બીજા ચરણ માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. આસામમાં 13 જિલ્લાની 39 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. કુલ 345 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થઇ જશે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં 4 જિલ્લાની 30 બેઠકો પર મતદાન શરૂ થઇ ચુક્યું છે. કુલ 171 ઉમેદવાર ચૂંટણી જંગમાં મેદાને છે. હાલ મતદાન શાંતિપુર્ણ માહોલમાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
