પ્રધાનમંત્રીએ ઓડિશાનાં લોકોને ઉત્કલા દિબાસા પર શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાનાં લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ઉત્કલા દિબાસાનાં વિશેષ પ્રસંગે શુભેચ્છાઓ. હું ઓડિશાની અનોખી સંસ્કૃતિને નમન કરું છું. ઓડિશાનાં લોકોએ ભારતની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. રાજ્યની જનતાને ખુશી અને સારું સ્વાસ્થ્ય મળે તેવી પ્રભુને પ્રાર્થના"
