આસામ અને બિહારમાં પૂરને કારણે સ્થિતિ ખૂબ જ વિકટ
Live TV
-
આસામના તમામ જિલ્લાઓમાં પૂરને કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયા છે. 45 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. બિહારમાં પણ પૂરના કેરથી 33 લોકોનાં મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશકુમારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 5-5 લાખની સહાય જાહેર કરી છે.
બિહાર માં ઉત્તરી અને પૂર્વીય હિસ્સામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ અને રાહતકાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે ,પૂર પ્રભાવિત લોકોને હર સંભવ મદદ કરાઈ રહી છે. મુખ્યમંત્રી નીતિશકુમારે પૂરનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયની જાહેરાત કરી છે, તો પૂરથી રોગનો ભોગ બનનાર પ્રત્યેક પરિવારને રૂપિયા છ હજારની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્રીય N.D.R.F.ની ટીમે મધુબની દરભંગા, અરરિયા, અને મુઝઝફપુરમાં પૂરમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા છે.12 જિલ્લા માં, 26 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.પૂરના કારણે 325 ગ્રામિણ સડકો વહી ગઈ છે.અનેક ઠેકાણે રાજમાર્ગો વહી ગયા છે.અનેક ઠેકાણે વીજળી ઘરોમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. તો આસામમાં પણ પૂરના કારણે 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. અને અનેક સડકો તૂટી જવાના કારણે અનેક ગામો ,સંપર્ક વિહોણા બન્યા છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી નીતીશકુમારે ફરીથી હવાઇ નિરિક્ષણ કર્યું હતું અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ બહાર પાડી છે. આસામમાં પણ સતત પડી રહેલા વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કેટલાય સ્થળે રસ્તાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે 50 હજાર હેક્ટરથી વધુ ક્ષેત્રને નુકસાન થયું છે. રાજ્યના 28 જિલ્લાઓમાં આવેલા પૂરના કારણે 26 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે ટેલિફોન પર વાત-ચીત કરી હતી અને કેન્દ્ર તરફથી દરેક પ્રકારની મદદ માટે આશ્વાસન આપ્યું છે.
