આસામ અને ભૂટાનના ઘણા ભાગોમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
Live TV
-
આસામ અને ભૂટાનના ઘણા ભાગોમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
આજે રવિવારે સવારે 7.47 કલાકે આસામ અને પાડોશી દેશ ભૂટાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર આસામના ઉદલગુરીથી 15 કિલોમીટરની નીચે હતું. ભૂકંપના કોઓર્ડિનેટ્સ 26.73° ઉત્તર અક્ષાંશ અને 92.31° પૂર્વ રેખાંશ હતા.
ઠેકિયાજીલી, તવાંગ, બરપેટા, ગોલપારા, ઉત્તર લખીમપુર, ઇટાનગર, જોરહાટ, તેજપુર, ગોલાઘાટ, ગુવાહાટી, નાગાંવ અને દીમાપુર સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોઈ જાનહાનિ કે મોટા નુકસાન અંગે કોઈ માહિતી નથી.