ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીને લઇને દિલ્હીમાં આજે બીજેપીની બેઠક
Live TV
-
ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીને લઇને દિલ્હીમાં આજે બીજેપીની બેઠક
ઉત્તરપ્રદેશની વિધાનસભાની 10 બેઠકોની પેટા ચૂંટણીને લઇને આજે નવી દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચોધરી, ઉપમુખ્યમંત્રી કૈશવપ્રસાદ મોર્ય, બ્રજેશ પાઠક અને પ્રદેશના મહામંત્રી ધરમપાલ ઉપસ્થિત રહેશે. 10 બેઠકો માટે 30 થી વધુ નેતાઓના નામ પર વિચાર કરાશે. થોડા દિવસ પહેલા લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠકમાં દરેક બેઠક માટે ત્રણ ત્રણ નામ નક્કી કર્યા હતાં. આ નામો અંગે આ બેઠકમાં ચર્ચા થશે. વર્ષ 2022માં આ 10 બેઠકમાંથી 5 બેઠક સમાજવાદી પાર્ટી પાસે હતી ત્રણ સીટ ભાજપ પાસે હતી જ્યારે એક એક સીટ આરએલડી અને નિશાત પાર્ટી પાસે હતી.