રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જિરીયા, મોરિટાનિયા અને મલાવીના રાજકીય પ્રવાસ રવાના
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જિરીયા, મોરિટાનિયા અને મલાવીના રાજકીય પ્રવાસ રવાના
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજથી અલ્જીરિયા, મોરિટાનિયા અને મલાવી દેશના સાત દિવસીય પ્રવાસે જવા રવાના થશે. રાષ્ટ્રપતિની ત્રણ આફ્રિકી દેશનો આ પ્રથમ પ્રવાસ છે. આ પ્રવાસને લઇને વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજથી 15 ઓકટોબર સુધી અલ્જીરિયાના રાષ્ટ્રપતિના નિમંત્રણ પર તે દેશનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ તેમના સમકક્ષની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને આજે ભારતીય સમુહદાય ને સંબોધન કરશે. કાઉન્સીલ ઓફ નેશન ના અધ્યક્ષ અને નેશનલ પીપલ્સ એસેમ્બલીના અધ્યક્ષ સહિત વિવિધ સન્માનીત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી શકે છે. રાષ્ટ્રપતિ ભારત અલ્જીરિયા આર્થિક મંચ અને સિદી અબ્દુલ્લા વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી પોલ યુનિવર્સિટીને સંબોધીત કરશે. ભારત અને અલ્જીરિયા તેલ અને ગેસ, રક્ષા અને અંતરિક્ષ સહયોગ જેવા મહત્વના ક્ષેત્રમાં સહયોગ કરી રહ્યાં છે. 16 ઓકટોબરે રાષ્ટ્રપતિ મોરિટાનિયા જશે.