દેશભરમાં આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મહાનવમીની કરાઈ રહી છે ઉજવણી
Live TV
-
દેશભરમાં આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મહાનવમીની કરાઈ રહી છે ઉજવણી
દેશભરમાં આજે આસ્થા અને હર્ષઉલ્લાસ સાથે મહાનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાનવમીના દિવસે માં દુર્ગાના નવમાં સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયા હતા અને મહારૂપ નવમીમાં દેવતાઓને દર્શન આપ્યા હતા તેથી આ તિથિઓને વિશેષ માનવામાં આવે છે. આ તિથિઓ પર, શક્તિપીઠોમાં દેવીની મહાન પૂજા અને શણગાર થાય છે.