Skip to main content
Settings Settings for Dark

આસામ : NRCનો અંતિમ ડ્રાફ્ટ જાહેર, સરકારે તમામ તકો આપવાની કરી જાહેરાત

Live TV

X
  • આસામ સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર બીજી તથા અંતિમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

    આસામ સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર બીજી તથા અંતિમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આસામના કુલ ત્રણ કરોડ 29 લાખ 51 હજાર ત્રણસો ચોર્યાસી લોકોમાંથી બે કરોડને 82લાખ ત્યાંસી હજાર છસ્સો સિત્યોતેર નાગરિકોના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે આ યાદીમાં સમાવાયેલા તમામ લોકોને હવે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. નાગરિક રજીસ્ટરની યાદી પ્રમાણે  કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ  કાર્યવાહી કરવામાં આવશે નહીં. એમ સરકારે સ્પષ્ટ કર્યું છે.  જે લોકોના નામો યાદીમાં નથી તે તમામ વ્યક્તિઓને ભારતીય નાગરિકત્વ મેળવવા માટેની તમામ તક આપવામાં આવશે.  30 મી ઓગસ્ટથી  28 મી સપ્ટેમ્બર સુધી  આ યાદીમાં સમાવિષ્ટ ન થયેલા વ્યક્તિઓ નાગરિકતા માટે અપીલ કરી શકશે.  એક સંવાદદાતા સંમેલનને સંબોધતા રજીસ્ટ્રર જનરલે જણાવ્યું હતું કે જાહેર કરવામાં આવેલી યાદી અંતિમ નથી. આ અંગે વધુ સ્પષ્ટતા કરતા ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે આ જાહેર યાદી અંતિમ નથી અને કોઈપણ વ્યક્તિ સામે  કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નહીં. અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તેમણે અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply