યમુના નદીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર, 27 ટ્રેનો રદ
Live TV
-
ગઇકાલે દિલ્હીમાં પડેલા મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. દિલ્હીમાં હાઇ એલર્ટ આપવાની સાથે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ઉત્તર પ્રદેશમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે યમુના નદીનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે. જેના કારણે જૂની દિલ્હીના લોહા પુલની 27 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે સાત ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. હરિયાણાના હથની પુર ડેમમાંથી ગઇકાલે રાત્રે 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છોડવામાં આવેલા પાણીના કારણે યમુના નદીનું સ્તર 205.66 મીટર સુધી પહોંચી ગયું છે. ગઇકાલે દિલ્હીમાં પડેલા મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. દિલ્હીમાં હાઇ એલર્ટ આપવાની સાથે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
