ઇરાકના મોસુલમાં લાપતા 39 ભારતીયોના મોત : સુષમા સ્વરાજ
Live TV
-
4 વર્ષ પહેલા ઈરાકના મોસુલથી કિડનેપ કરવામાં આવેલા 39 ભારતીયોને આતંકી સંગઠન આઈએસઆઈએસે મોતને ઘાટ ઉતારી દીધા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં તેની પુષ્ટિ કરી.
વર્ષ 2015માં ભારતથી મોસુલમાં કામ કરવા ગયેલા મજૂરોને આતંકીઓએ કિડનેપ કરી લીધા હતા. જ્યારે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો તો આતંકીઓએ તેમને ઘેરીને મારી દીધા હતા. મોસુલની આઝાદી બાદ મજૂરો વિશે જાણકારી મેળવવા જનરલ વી કે સિંહ ઈરાક ગયા હતા. કિડનેપ કરવામાં આવેલા 40 ભારતીયોમાંથી એક હરજીત મસીહ આંતકીઓની પકડમાંથી બચી ગયો હતો. મસીહાએ કહ્યું હતું કે તેણે પોતાની આંખો સામે બાકી ભારતીયોને મરતા જોયા હતા.વિદેશ મંત્રીએ કહ્યું કે, અમને ગઇકાલે જ આ વિશે જાણકારી મળી કે 38 લોકોનાં ડીએનએ મેચ થઇ ગયા છે, જ્યારે એક વ્યક્તિનું ડીએનએ 70 ટકા સુધી મેચ થયું છે. તેઓએ કહ્યું કે, જનરલ વીકે સિંહ ભારતીયોના શબને પરત લાવવા માટે ઇરાક જશે. શબોને પરત લાવતું પ્લેન પહેલાં અમૃતસર જશે. ત્યારબાદ તે પટના અને કોલકત્તા મોકલવામાં આવશે.