પાક.ને તેની કડક શબ્દોમાં ટકોર, "સીઝ ફાયરનું ઉલ્લંઘન બંધ કરે પાકિસ્તાન"
Live TV
-
સીઝ ફાયર ઉલ્લંઘન - ભારતે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્ત સૈયદ હૈદર શાહ બોલાવી હુમલાનો સખત વિરોધ કર્યો
ભારતે પાકિસ્તાની સેના તરફથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય સીમામાં કરેલા ગોળીબારમાં પાંચ નિર્દોષ નાગરિકોના મોત અંગે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્ત સૈયદ હૈદર શાહને સોમવારે બોલાવ્યા હતા. અને સખત વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્તને કહેવામાં આવ્યું છે કે, આવા જઘન્ય કાર્ય સ્થાપિત માનવીય મુલ્યો અને પ્રોફેશનલ સેનાની વિરૂધ્ધ છે. વિદેશ મંત્રાલયના મતે પાકિસ્તાની અધિકારીને કહેવામાં આવ્યું છે કે તે આવા જઘન્ય કાર્યોની તપાસ કરે અને સૈન્ય દળોને તાત્કાલિક આવા કાર્યો છોડવા માટે કહે. પાકિસ્તાની ઉચ્ચાયુક્તને એ પણ કહેવામાં આવ્યું છે કે તે સીમા પારથી ગોળીબારની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનું પણ બંધ કરે.