રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ પુરસ્કાર સમારોહ
Live TV
-
જાણીતા સંગીતકાર ઇલિયાસ રાજા, વિચારક પી. પરમેશ્વરન અને 41 અન્યોને વર્ષ 2018ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર એનાયત કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં જાણીતા સંગીતકાર ઇલિયાસ રાજા, વિચારક પી. પરમેશ્વરન અને 41 અન્યોને વર્ષ 2018ના પ્રતિષ્ઠિત , પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત થનારા આ સમારોહમાં , ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ , ઉપસ્થિત રહેશે. ગુમનામ નાયકોને સન્માનિત કરવાના સંકલ્પ ભાગરૂપ સરકાર આ વર્ષે એવી ઘણી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી રહી છે , જેમણે ગરીબોની સેવા કરી છે, મફત શિક્ષા માટે ,સ્કુલ ખોલી હોય કે જેમણે જન જાતિય કલાને દુનિયાભરમાં ઓળખ અપાવી હોય. વર્ષ 2018માં ,જાહેર કરાયેલા કુલ , 84 પદ્મ પુરસ્કારમાંથી 43 પુરસ્કાર આજે પ્રદાન કરવામાં આવશે. જ્યારે બાકી રહેલા પુરસ્કાર બીજી એપ્રિલના રોજ , એક વિશેષ સમારોહમાં પ્રદાન કરવામાં આવશે. નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કારના સન્માનમાં ,એક કાર્યક્રમ હમારે પદ્મનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહે બધા સન્માનિત પદ્મ પુરસ્કૃત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી