ઇરાકમાં અમેરિકી સૈન્યના ઠેકાણા પર હુમલો
Live TV
-
ઇરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર એકવાર ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. બલાદ એરબેઝ પર એક પછી એક આઠ મોર્ટાર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ચાર ઇરાકી સૈનિકો ઘાયલ થયા હતા. આ એરબેઝ પર અમેરિકાના વાયુ સૈનિક તૈનાત હતા. તો અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે, તે ઇરાન એરબેઝ પર વધુ એક મિસાઇલ હુમલાથી નારાજ છે. જ્યાં અમેરિકી સેના તૈનાત હતી. કારણ કે, પાડોશી ઇરાને ક્ષેત્રીય તણાવને ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રવિવારે થયેલા આ રોકેટ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
