દેશભરની કેટલીક યુનિવર્સિટીઓના કુલપતિ દ્વારા PM ને પત્ર
Live TV
-
દેશભરની કેટલીક યુનિવર્સિટીઓના કુલપતિ સહિત 208 શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ડાબેરી સંગઠનો દ્વારા વિવિધ યુનિવર્સિટીના કેમ્પસમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ડાબેરી કાર્યકરોની વિવિધ પ્રવૃત્તિઓના કારણે કેમ્પસનું શિક્ષણકાર્ય ખોરવાઈ રહ્યું છે. આ સાથે યુનિવર્સિટીઓનું વાતાવરણ બગડી રહ્યું છે. આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સમુહો દ્વારા નાની વયના વિદ્યાર્થીઓને વૈચારિક રીતે પ્રભાવિત કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે આ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રવૃતિથી બેધ્યાન બને છે.
