Skip to main content
Settings Settings for Dark

SC સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશવા મુદ્દે નિર્ણય

Live TV

X
  • સુપ્રીમકોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય પીઠ આજે કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવાના મામલે નિર્ણય સંભળાવશે. બંધારણીય પીઠની અધ્યક્ષતાં ચીફજસ્ટીસ એસ.એ. બોબડે કરી રહ્યાં છે. આ પીઠમાં અન્ય સભ્યોમાં ન્યાયધીશ આર.ભાનૂમતિ., જસ્ટિસ અશોક ભૂષણ., જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ., જસ્ટિસ એમ.એમ, શાંતનાગૌદર, જસ્ટિસ એસ.એ,નઝીર, જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી., જસ્ટિસ બી.આર,ગવઈ અને સુર્યકાંતનો સમાવેશ થાય છે.. સર્વોચ્ચ અદાલતે 6 જાન્યુઆરીના રોજ સંવિધાન પીઠની રચના સંબંધી એક નોટિસ જાહેર કરી હતી. આ પીઠ મામલા સાથે સંબંધિત 60 અરજીઓ પર સુનાવણી કરાશે. મહત્વપૂર્ણ છે કે, 28 સપ્ટેમ્બર 2018ના રોજ ઐતિહાસિક ચુકાદાની વિરૂદ્ધ દાખલ કરેલી પુનર્વિચાર અરજીને ધ્યાનમાં લેતા આ મામલાને એક બૃહદ પીઠને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમકોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. તત્કાલીન ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે આ વિષયમાં 3-2થી નિર્ણય સંભળાવ્યો હતો અને ત્યારબાદ નવ સભ્યોની પીઠની રચના કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply