જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં 3 આતંકી ઠાર
Live TV
-
રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું
રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 3 આંતકવાદીઓ ઠાર કરવામાં આવ્યાં હતા. સેનાએ હિઝ્બુલ મુઝાહિદ્દિન અને જૈશ-એ-મહોમ્મદના ત્રણ આંતકવાદીઓને ઠાર કર્યાં છે. માર્યા ગયેલા આંતકવાદીઓની ઓળખ હિજબુલ મુઝાહિદ્દિનના ઉમર ફૈયાદ લોન., આરીફ બસીર મીર, અને જૈશ-એ-મહોમ્મદના ફૈઝાન મહોમ્મદ બટ્ટ તરીકે થઈ છે. તો આ તરફ બે આતંકવાદીઓ સાથે ધરપકડ કરાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંહની સાથે પણ આતંકવાદીઓની જેમ વ્યવહાર કરવામાં આવશે.જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારી વિજયકુમારે જણાવ્યું હતું કે, ડીએસપી દેવેન્દ્ર સિંહની સંડોવણી એક જઘન્ય અપરાધ છે અને તેમની સાથે પણ અન્ય આતંકવાદીની જેમ કાર્યવાહી કરવામાં આવશે.
