Skip to main content
Settings Settings for Dark

ઇલેક્ટ્રીક વાહનો પર GST 12 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો

Live TV

X
  • ઈલેક્ટ્રીક વાહનો પર વસુલાતો GST દર 12 ટકાથી ઘટાડી 5 ટકા અને ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર વસુલાતો GST દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાનો નિર્ણય લેવામા આવ્યોછે. ઘટાડેલા દરો આગામી 1 ઓગસ્ટથી લાગુ થશે.

    નવી દિલ્લી ખાતે 36મી GST કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈલેક્ટ્રિક વાહનો લોકપ્રિય બને તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. જેમાં ઈલેક્ટ્રીક વાહનો પર વસુલાતો GST દર 12 ટકાથી ઘટાડી 5 ટકા અને ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર વસુલાતો GST દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાનો નિર્ણય લેવામા આવ્યોછે. ઘટાડેલા દરો આગામી 1 ઓગસ્ટથી લાગુ થશે. આ સાથે મોટા ઈલેક્ટ્રિક વાહનોના દરોમાં પણ મોટી રાહત આપવામા આવી છે. જેમાં કોઈપણ ક્ષેત્રમાં સાર્વજનીક પરિવહન માટે મોટા ઈલેકટ્રિક વાહનોને જીએસટીમાંથી સંપૂર્ણ પણે મુક્ત કરી દેવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર સરકાર 28 ટકા જીએસટી વસુલે છે આમ, ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક વાહનની ખરીદી પર સરકાર તરફથી 23 ટકાની રાહત આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply