Skip to main content
Settings Settings for Dark

ઇ-વિઝા ધારકો માટે ભારતમાં પ્રવેશ સરળ બન્યો

Live TV

X
  • ઇ-વિઝા ધારકો માટે ભારતમાં પ્રવેશ સરળ બન્યો: સરકારે 11 નવા આંતરરાષ્ટ્રીય બંદરોને આપી મંજૂરી, કુલ સંખ્યા 88 પર પહોંચી

    કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો માટે ભારતમાં પ્રવાસ વધુ સુલભ અને સરળ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, માન્ય ઇ-વિઝા ધરાવતા વિદેશી પ્રવાસીઓ માટે દેશમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવતા વધુ 11 નવા આંતરરાષ્ટ્રીય બંદરોને સૂચિત કરવામાં આવ્યા છે.

    આ નવા ઉમેરા સાથે દેશમાં ઇ-વિઝા દ્વારા પ્રવેશ માટેના કુલ અધિકૃત પોર્ટ્સની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

    કયા નવા બંદરોનો થયો સમાવેશ? 

    મંત્રાલય દ્વારા ઉમેરવામાં આવેલા 11 નવા આંતરરાષ્ટ્રીય બંદરોમાં 9 જમીન સરહદ અને 2 એરપોર્ટનો સમાવેશ થાય છે:  

    બે નવા એરપોર્ટ: ભોપાલ (મધ્ય પ્રદેશ) અને તિરુપતિ  નવા જમીન 
    સરહદ બંદરો: અટારી , અગરતલા , મોરેહ , ડાકી, જયગાંવ, હરિદાસપુર, ગેડે અને ઘોજાદાંગા, તથા ડારાંગા .  આ નવા વધારા બાદ હવે કુલ 88 પ્રવેશ બિંદુઓમાં 37 એરપોર્ટ, 38 સી-પોર્ટ  અને 13 લેન્ડ પોર્ટ સામેલ છે.  

    ડિજિટલ વિઝા વ્યવસ્થાને પ્રોત્સાહન

    ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇ-વિઝા સુવિધાના વ્યાપ અને આ નવા બંદરો ઉમેરવાથી ઇલેક્ટ્રોનિક વિઝા વધુ ઉપયોગી બન્યા છે. વર્તમાન સમયમાં ભારતમાં જારી થતા કુલ વિઝામાંથી લગભગ 78 ટકા વિઝા ઇ-વિઝા સ્વરૂપે હોય છે.  

    સરકારની આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રક્રિયાના કારણે આશરે 95 ટકા ઇ-વિઝા અરજીઓ 72 કલાકની અંદર મંજૂર કરવામાં આવે છે. વર્ષ 2014માં માત્ર 43 દેશો માટે શરૂ કરાયેલી આ ઇ-વિઝા સુવિધાનો વ્યાપ હવે વધારીને 172 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેમાં પ્રવાસન, વ્યવસાય (બિઝનેસ), તબીબી (મેડિકલ) અને વિદ્યાર્થી વિઝા સહિત કુલ 17 ઉપ-શ્રેણીઓનો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
apply