ઈઝરાયલ લક્ષદ્વીપમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કરશે
Live TV
-
માલદીવની સાથે પર્યટનને લઈને શરૂ થયેલા સોશિયલ મીડિયા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન (સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવા) કાર્યક્રમ શરૂ કરશે. તેનાથી ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે.
ઇઝરાયેલના ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્યક્રમ શરૂ કરવા માટે ભારત સરકારની વિનંતી પર અમે ગયા વર્ષે લક્ષદ્વીપમાં હતા. ઈઝરાયેલ આવતીકાલથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર છે. જેઓ હજુ સુધી લક્ષદ્વીપની નૈસર્ગિક અને જાજરમાન જળચર સુંદરતાના સાક્ષી નથી, તેમના માટે અહીં આ ટાપુના મોહક આકર્ષણનું પ્રદર્શન કરતી કેટલીક તસવીરો છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને પ્રધાનમંત્રી વિશે અપમાનજનક નિવેદનો કરવામાં આવ્યા હતા. આ મંત્રીઓને ત્યાંની સરકારે હટાવી દીધા છે. આ પછી ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ અને લક્ષદ્વીપનો બૉયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે.