UAEમાં 'ભારત પાર્ક' સ્થપાશે, જેના દ્વારા વિદેશમાં ભારતીય સામાનને મળશે પ્રોત્સાહન
Live TV
-
સિન્થેટિક અને રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આયોજિત 'ભારત પાર્ક 'વિશ્વના અન્ય દેશોને ભારતીય માલ ખરીદવા માટે સુવિધા આપશે.
કેન્દ્રીય વાણિજ્ય અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, UAEમાં ભારતીય માલસામાન માટે શોરૂમ અને વેરહાઉસ બનાવવામાં આવશે.
તેમણે જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએઈ અને દક્ષિણ કોરિયા સાથે મુક્ત વેપાર કરારો અંગે ચિંતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે; ભારતમાં લાભોનો ઉપયોગ અત્યંત ઓછો છે.
આ ઉપરાંત, પીયૂષ ગોયલે એમ પણ કહ્યું હતું કે, ભારતીય માનક બ્યુરો દેશભરમાં 21 પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવા માટે 40 કરોડ રૂપિયા ખર્ચ કરશે.