'પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર' ગરીબો માટે વરદાન : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
Live TV
-
દેશભરમાં 10 હજાર 500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં 2200 થી વધુ દવાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્રોમાંથી દરરોજ 12 થી 15 લાખ લોકો દવાઓ ખરીદે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ગરીબો માટે વરદાન સાબિત થઈ રહ્યાં છે. જેનરિક દવાઓ આ કેન્દ્રો પર 50 થી 90 ટકા ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ છે.
મનસુખ માંડવિયાએ સોમવારે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 'નેશનલ PACS મેગા સેમિનાર'ને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારના દવા વિભાગના પોર્ટલ પર જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે દેશભરમાંથી 4400 થી વધુ PACS દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે.
જેમાંથી 2300 થી વધુ સમિતિઓને જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે માન્યતા આપવામાં આવી છે અને લગભગ 500 PACS એ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું સંચાલન શરૂ કર્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, PACS દ્વારા જન ઔષધિ કેન્દ્રના સંચાલનથી દેશના ગરીબ વર્ગને મોટી રાહત મળશે. આ કેન્દ્રો પર દવાઓ 50 થી 90 ટકા સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. દેશભરમાં 10 હજાર 500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં 2200 થી વધુ દવાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્રોમાંથી દરરોજ 12 થી 15 લાખ લોકો દવાઓ ખરીદે છે.