પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
Live TV
-
આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે છે અને દરેકને સરકારી યોજનાઓ સાથે જોડે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓએ કરોડો લોકોનું જીવન સરળ બનાવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ છે. આ યાત્રાનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ માત્ર બે-ત્રણ દિવસ પહેલા જ તેની પચાસ દિવસની યાત્રા પૂર્ણ કરી છે અને તેમાં 11 કરોડ લોકોએ ભાગ લીધો હતો.
કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓની માહિતી આપવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દ્વારા સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે.ગયા વર્ષે 15 નવેમ્બરે આ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી, પ્રધાનમંત્રી દેશના વિવિધ ભાગોમાંથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિત રીતે વાતચીત કરી રહ્યા છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય પીએમ-ઉજ્જવલા યોજના, પીએમ-આયુષ્માન ભારત અને પીએમ-આવાસ યોજના જેવી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવાનો અને તેમને તેમના લાભો આપવાનો છે.