નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSની કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 'પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSની કોન્ફરન્સ'ની અધ્યક્ષતા કરશે. આ કોન્ફરન્સનું આયોજન સહકાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સમિતિઓને તાજેતરમાં જ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ કેન્દ્રોમાં, ખુલ્લા બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ દવાઓ સામાન્ય લોકોને પચાસથી નેવું ટકા ઓછી કિંમતે જેનરિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને સસ્તા દરે બે હજારથી વધુ પ્રકારની જેનરિક દવાઓ અને લગભગ ત્રણસો સર્જિકલ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
PACS કોન્ફરન્સનું આયોજન કરવાથી આ કેન્દ્રોને તેમના વિસ્તરણ માટે નવી તકો મળશે અને તેમની સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો પણ ઉભી થશે.