Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી દસ હજાર કામદારો ઈઝરાયલ જશે

Live TV

X
  • હમાસ અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઇઝરાયલમાં કામ કરતા મોટા ભાગના પેલેસ્તિની શ્રમિકો પરત ચાલ્યા ગયા હોવાને કારણે હાલ ઇઝરાયલમાં શ્રમિકોની અછત વર્તાઈ રહી છે. ત્યારે ઈઝરાયેલે ભારત સરકાર પાસે કામદારોની માંગણી કરી છે. જેને પગલે ઉત્તર પ્રદેશમાંથી બાંધકામ અને અન્ય કામો માટે 10 હજાર શ્રમિકો ઇઝરાયલ મોકલવામાં આવશે. 

    આ માટે હાલ ઉત્તર પ્રદેશના શ્રમ વિભાગ દ્વારા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. જે કામદારો પાસે પાસપોર્ટ, અંગ્રેજીનું થોડું જ્ઞાન, સંબંધિત ક્ષેત્રમાં નિપુણતા હશે તેમની એક પરીક્ષણ કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ પાસ થયેલા શ્રમિકોને ઇઝરાયના 3-4 વર્ષના કામ કરવા માટેના વિઝા સરકાર દ્વારા પુરા પાડવામાં આવશે.

    તો બીજી તરફ ઇઝરાય દ્વારા હમાસમાં ગત રાત્રે કરવામાં આવેલા હુમલામાં વરિષ્ઠ હમાસ નેતા સાલેહ અલ-અરૌરીનુ મૃત્યુ થયું હતું . જેને કારણે આજે જેરુસલેમ અને પશ્ચિમ કાઠાના વિસ્તારોમાં શાળાઓ અને બજારોએ બંધ પાળ્યું હતું. આ બંધ પેલેસ્ટિનિયનોએ હમાસના નાયબ નેતાના શોકમાં રાખ્યું હતુ. તો બીજી આ હુમલાને લઈને સયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય વિસ્તારોમાં પણ પ્રશરવાની આશંકા વ્યક્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply