Skip to main content
Settings Settings for Dark

'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવાની સૌથી મોટી ગેરંટી મહિલા શક્તિ છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ત્રિસુરમાં સ્ત્રી શક્તિ મોદીક્કોપ્પમ (મોદી સાથે મહિલા શક્તિ) મહિલા સંગમને સંબોધિત કર્યું હતું. 

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી આઝાદીની ખાતરી આપી છે અને તેને પ્રામાણિકપણે પૂર્ણ કરી છે. તેમણે કહ્યું હતું કે, ડાબેરી અને કોંગ્રેસની સરકારોએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપતો કાયદો વર્ષો સુધી પેન્ડિંગ રાખ્યો. 'નારીશક્તિ વંદન એક્ટ' હવે કાયદો બની ગયો છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદભાગ્યે હું ભગવાન શિવની કાશીનો સાંસદ છું અને અહીં વડકુન્નાથન મંદિરમાં ભગવાન શિવ પોતે બિરાજમાન છે. જેમ જેમ આપણે આ મેદાન પર ભેગા થઈએ છીએ, તેમ તેમ ત્રિશૂર પૂરમ ઉત્સવનો આનંદ સ્પષ્ટ દેખાય છે. તેમણે જણાવ્યું  હતું કે, આજે રાણી વેલુ નાચિયારની જન્મજયંતિ છે અને સાવિત્રીબાઈ ફુલેની પણ જન્મજયંતિ છે. બંનેના વ્યક્તિત્વમાં 'મહિલા શક્તિ'ની શક્તિ પ્રતિબિંબિત થાય છે.

     તેમણે વધુમાં કહ્યું હતું કે, "આજકાલ દેશમાં મોદીની ગેરંટી વિશે વાત થઈ રહી છે, પરંતુ હું માનું છું કે દેશની મહિલા શક્તિ 'વિકસિત ભારત'ના સંકલ્પને હાંસલ કરવાની સૌથી મોટી ગેરંટી છે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply