Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં SIT તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ - SIT દ્વારા કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબી તરફથી કેસ SITને સોંપવાની અરજીને ફગાવીને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે કહ્યું હતું કે, સેબી આ મામલાની યોગ્ય તપાસ કરી રહી છે.

    અદાણી ગ્રૂપને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે નિયમનકારી ક્ષેત્રમાં દખલ કરી શકે નહીં અને હિન્ડેનબર્ગ રિપોર્ટ અલગ તપાસનો આદેશ આપવાનો આધાર બની શકે નહીં.

    સર્વોચ્ચ અદાલતે સેબીને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સેબીએ યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચના આરોપોને લગતા 24માંથી 22 કેસની તપાસ કરી છે. બાકીના બે કેસની તપાસ માટે સેબીને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

    કોર્ટે સરકાર અને સેબીને હિંડનબર્ગ દ્વારા નિયમોના પાલનની તપાસ કરવા અને તે મુજબ પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply