ઈસરો શ્રીહરિકોટાથી લોન્ચ કરશે ઉપગ્રહ જીસેટ-6એ કમ્યુનિકેશન સેટેલાઈટ
Live TV
-
રોકેટનું વજન 415.6 ટન છે
GSLV F08 અને જીસેટ-6Aના પ્રક્ષેપણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ યાન ચેન્નાઈથી આશરે 80 કિલોમીટર દૂર શ્રીહરિકોટાના દ્વિતિય લોન્ચ પૈડથી ઉડાન ભરશે. આ GSLVની 12મી ઉડાન હશે અને સ્વદેશી એન્જિન સાથે આ છઠ્ઠી ઉડાન હશે. ઉડાન ભર્યાની 17 મિનીટ બાદ અંતરિક્ષ યાન સાથે ગયેલો ઉપગ્રહ તેનાથી અલગ થઈ જશે અને 36 હજાર કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત થઈ જશે. રોકેટનું વજન 415.6 ટન છે.ભારત વરસોથી જીએસએલવીમાં ચાલી શકે એ માટે ક્રયોજેનિક એન્જીન તૈયાર કરી રહ્યું હતુ. હવે આ એન્જિન બનાવવામાં સફળતા મળી છે. ક્રાયોજેનિક એન્જીન એ અવકાશમાં એન્જીનોમાં વપરાતા વિવિધ એન્જીનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવું એન્જીન ક્રાયોજેનિક કહેવાય.