અમેરિકાથી LNG ગેસની પ્રથમ શિપમેન્ટ આગામી સપ્તાહે ભારત પહોચશે
Live TV
-
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી માહિતી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી બુધવારે કહ્યુ કે અમેરિકામાં પેટ્રોલિયમ પદાર્થના મોટા કેન્દ્ર ટેક્સાસમાંથી પ્રાકૃતિક ગેસ(એલએનજી)ની પ્રથમ શિપમેન્ટ એક સપ્તાહમાં ભારતમાં આવી રહ્યુ છે..આઠ દિવસ માટે ભારત પ્રવાસે આવેલા અમેરિકાના ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટ સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહીતી આપી હતી..તેમણે વધુમાં કહ્યુ કે અમેરિકાથી 90 લાખ ટન એલએનજી આયાતને ધ્યાનમાં રાખીને તેની પ્રથમ શિમમેન્ટ એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના દાભોલ ખાતે પહોચશે..ભારત પાઈપલાઈન, ગેસીકરણની ક્ષમતા અને એલએનજી ટર્મિનલ મામલે પોતાનું માળખુ વ્યાપક બનાવી રહ્યુ છે..