સંશોધિત નેશનલ મેડિકલ કમિશન બિલને કેબિનેટે મંજૂરી આપી
Live TV
-
બોગસ તબીબો સામે સજા અને દંડની જોગવાઈ પણ વધારી
સંશોધિત નેશનલ મેડિકલ કમિશન બિલને, કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ વિધેયકને લઈને સંસદની સ્થાયી સમિતિની અનેક ભલામણોનો સરકારે ,સ્વીકાર કર્યો છે. સંસદીય સમિતિની ભલામણોને મંજૂર કરતા મંત્રીમંડળે બોગસ તબીબો સામે ,સજા અને દંડની જોગવાઈ પણ વધારી છે. કેબિનેટે સંસદની સ્થાયી સમિતિના જે સૂચનો સ્વીકાર્યા છે તે અનુસાર ડોક્ટર બનવાનું લાયસન્સ ,MBBSના અંતિમ વર્ષની પરીક્ષા પાસ કરવા પર જ મળી શકશે. આ માટે સમગ્ર દેશમાં અંતિમ વર્ષની પરીક્ષા એક કોમન ટેસ્ટના માધ્યમથી લેવાશે જેને નેશનલ એક્ઝિટ ટેસ્ટ કહેવામાં આવશે. આયુષ પ્રેક્ટિશનર મોર્ડન મેડિસિનની દવા લખી આપી શકશે. આ માટે બ્રિજકોર્સની અનિવાર્યતાને ખતમ કરી દેવાઈ છે. 40 ટકાના સ્થાને હવે ખાનગી કોલેજો અને યુનિવર્સિટીની ,50 ટકા બેઠકો પર ,ફી ,સરકાર નક્કી કરશે. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગમાં રાજ્યના પ્રતિનીધિઓની સંખ્યા વધારીને ત્રણમાંથી છ કરી દેવાઈ છે.