પૂર્વોત્તર ક્ષેત્ર માટે 4,500 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી
Live TV
-
પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસને વેગ આપવા માટે પણ કેન્દ્રીય મંત્રીમંડળે મોટો નિર્ણય
પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસને વેગ આપવા માટે પણ કેન્દ્રીય મંત્રીમંડળે મોટો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે પૂર્વોત્તર ક્ષેત્ર માટે ,4,500 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી છે. માર્ચ-2020 સુધીમાં આ રકમ ખર્ચ કરાશે. જેમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં માર્ગોના વિકાસ માટે ,એક હજાર કરોડની યોજના પણ શામેલ છે. કેબિનેટે ઉત્તમ શાસન, કાર્યશીલતા અને યોગ્ય દેખરેખ માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ ફંડ અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ કોર્પોરેશનની પુનઃરચનાને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યવસ્થાને લર્નિંગ આઉટ કમ કેન્દ્રીત બનાવવા માટે પણ,મહત્વનો નિર્ણય કર્યો છે જે અનુસાર સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશનને ,એકસાથે જોડીને એક યોજના બનાવાઈ છે. જેના પર આગામી ત્રણ વર્ષમાં 75 હજાર કરોડનો ખર્ચ કરાશે.