Skip to main content
Settings Settings for Dark

ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલ રક્ષામંત્રી આજે શાંધાઇ કોર્પોરેશનની બેઠકમાં ભાગ લેશે

Live TV

X
  • ઉઝબેકિસ્તાન સાથે દ્વિપક્ષી સબંધો અંગે ચર્ચા કરશે

    ઉઝબેકિસ્તાનના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રક્ષામંત્રી રાજનાથસિંહ આજે શાંધાઇ કોર્પોરેશનની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ઉઝબેકિસ્તાન સાથે દ્વિપક્ષી સબંધો અંગે ચર્ચા કરશે. આ અગાઉ ગઇકાલે રક્ષામંત્રી રાજનાથસિંહે તાસ્કંદ માં શાસ્ત્રી સ્ટ્રીટ ઉપર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી ની પ્રતિમાં ઉપર પૂષ્પ અર્પિત કરી તેમને શ્રધ્ધાજલિ આપી હતી.

    રક્ષામંત્રી રાજનાથસિંહે તાસ્કંદમાં શાસ્ત્રી સ્કુલમાં લાલબહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમણે સ્કુલનું નિરિક્ષણ કર્યું હતું. અને વિદ્યાર્થિઓ સાથે વાતચિત કરી હતી તેમણે કહ્યું કે લાલબહાદુર શાસ્ત્રી કુશળ પ્રશાસક હતા. અને તેઓ જાણતા હતા કે ભારતને કઇ રીતે મજબુત બનાવી શકાય આ માટે તેમણે જય જવાન -જય કિસાનનો નારો આપ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply