Skip to main content
Settings Settings for Dark

ઉત્તરભારતના કેટલાંક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત

Live TV

X
  • ઉત્તરભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસ અને ઠંડાપવનનું જોર ચાલી રહ્યું છે. ભારે ધુમ્મસ, કાતીલ ઠંડી હવા અને તાપમાન ઘટવાથી જનજીવનને ભારે અસર થઇ છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં ઠંડી વધી ગઇ છે. દિલ્હી અને એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે ધુમ્મસ છવાઇ રહેવાની સંભાવના છે. દિલ્હી- એનસીઆરમાં તાપમાન ઘટવાથી લોકો થથરી રહ્યાં છે. સાથે ભારે ધુમ્મસથી લોકોની મુશ્કેલી વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં આજે ઠંડીની સાથે સડકો પર ધુમ્મસ છવાયું છે. વિઝીબીલીટી ઘટી જવાથી તેની અસર વાહનોની ઝડપ પર જોવા મળી છે.. ધુમ્મસથી તમામ વાહનો પ્રભાવીત થયા છે. ધુમ્મસના કારણે દિલ્હીમા અનેક વિમાનો ના ટેકઓફમાં મોડુ થયું હતું. જ્યારે લેન્ડીગમાં પણ મુશ્કેલી જોવા મળી હતી. જ્યારે રેલ ગાડીઓ પણ મોડી ચાલી રહી છે. જેનાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બિહારમાં ઠંડીના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જેથી સ્કુલોમાં 14 જાન્યુઆરી સુધી રજા લંબાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ-ચાર દિવસ સુધી સ્થિતિ યથાવત રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply