ઉત્તરાખંડને આજે પહેલી વંદે્ ભારત ટ્રેન મળી, ચાર ધામ યાત્રિકોને મોટો ફાયદો થશે
Live TV
-
ઉત્તરાખંડને આજે પહેલી વંદે્ ભારત ટ્રેન મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે્ ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના લોકોને વંદે્ ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ખૂબ ખૂભ શુભેચ્છા. દિલ્હી અને દહેરાદૂન વચ્ચે દોડનારી આ ટ્રેન દેશની રાજધાનીને દેવભૂમિ સાથે વધુ ઝડપથી જોડશે. દેવભૂમિ સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતનાના આકર્ષણનું કેન્દ્ર બનશે. બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું હતું કે, આજે વિશ્વ ભારત સમજવા અને જોવા માટે ભારત આવવા માગે છે. મહત્વનું છે કે, આ ટ્રેન કવચ ટેકનિક સહિતની અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. રેલવે વિભાગ દેશમાં રેલમાર્ગોનું પણ વિદ્યુતિકરણ કરી રહ્યું છે..
આજે દેશને 18મી અને ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ પ્રધાનમંત્રી મોદીએ આપી છે. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતાં ચાર ધામ જતાં યાત્રિકોને મોટો ફાયદો થશે, વંદે ભારત એક્સપ્રેસ ગાડી દહેરાદૂનથી સવારે 7 વાગ્યે ઉપડી 11: 45 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલ દિલ્હી પહોંચશે, તે જ દિવસે સાંજે 5.50 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલથી ઉપડી રાત્રે 10: 35 કલાકે દહેરાદૂન પહોંચશે. બુધવારને બાદ કરતાં સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન ચાલશે. આ રુટના 302 કિલોમીટરની સફર ચાર કલાક 45 મિનિટમાં પૂર્ણ થશે. દિલ્હી-દેહરાદૂન વંદે ભારત એક્સપ્રેસ ટિકિટ એસી ચેર કાર માટે રૂ. 1,065 અને એક્ઝિક્યુટિવ ચેર કાર માટે રૂ. 1,890 હશે. 29 મેથી નિયમિત પરિચાલન શરુ થશે.
