Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવને ખુલ્લો મુકશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવને ખુલ્લો મુકશે. દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉભરતા ખેલાડીઓને ટેકો આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને દેશમાં રમતગમત વ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
     
    આ વર્ષે, ખેલો ઈન્ડિયા હેઠળ ત્રીજો યુનિવર્સિટી રમતોત્સવ આજથી 3જી જૂન સુધી ઉત્તર પ્રદેશમાં યોજાશે. આ સ્પર્ધાઓ વારાણસી, ગોરખપુર, લખનૌ અને ગૌતમ બુદ્ધનગરમાં યોજાશે. 200થી વધુ યુનિવર્સિટીઓના 4 હજાર 750 થી વધુ ખેલાડીઓની તેમાં ભાગીદારી જોવા મળશે. જેઓ 21 રમતોમાં ભાગ લેશે. ગેમ્સનો સમાપન સમારોહ 3જી જૂને વારાણસીમાં યોજાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply