ઉત્તરાખંડના ઋષિકેશમાં આજથી ત્રણ દિવસીય જી 20 બેઠક શરૂ
Live TV
-
ઉત્તરાખંડના ઋષિકેશમાં આજથી જી-20 બેઠક યોજાશે. ત્રણ દિવસીય યોજાનારા આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર પર મંથન થશે. ત્યારે દહેરાદૂન જોલીગ્રાન્ટ એરપોર્ટ પર મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જી20 સંમેલનોનું આયોજન અમારા માટે નવી તક, નવા અનુભવ, અમારી પરંપરાગત સાંસ્કૃતિક આધ્યાત્મિક વારસા અને પ્રવાસનની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શિત કરવાની સુવર્ણ તક છે. જ્યારે બેઠકમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ઋષિકેશમાં યોજાયેલી મા ગંગાની આરતીનો લ્હાવો લીધો હતો. બીજી તરફ ભારતની અધ્યક્ષતામાં જી20 વેપાર અને રોકાણ કાર્ય સમૂહની બીજી બેઠક બેંગલુરુમાં યોજાઈ રહી છે. કેન્દ્રિય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ અને સોમપ્રકાશે આ બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ તરફ મુંબઈમાં યોજાયેલી જી- 20 DRRDGની કાર્યકારી સમૂહની બીજી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પવારે આ બેઠકના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી.
