Skip to main content
Settings Settings for Dark

ત્રણ દેશના સફળ પ્રવાસ બાદ ભારત પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી જાપાન, પાપુઆ ન્યૂ ગિની અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસ કર્યા પછી સ્વદેશ પરત આવ્યા છે. દિલ્હીમાં પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અનેક કેન્દ્રિય મંત્રીઓ, સાંસદો અને હજારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ અભિનંદન કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી જી20 બેઠકના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. 140 કરોડ દેશવાસીઓને નવી ટોચ પર લઈ જવાનું લક્ષ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, ઑસ્ટ્રેલિયામાં પક્ષ અને પ્રતિપક્ષ બંનેએ ભારતના સેવકનું સન્માન કર્યું હતું. આ યશ મોદીનો નહીં, પરંતુ 140 કરોડ દેશવાસીઓનો છે. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રીએ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું તે ખૂબ અદભૂત હતું. મેં મારા 45 વર્ષમાં આટલું આદર અને સન્માન કોઈના માટે નથી જોયું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply