ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર,લોકોને સાવધાન રહેવા અપીલ
Live TV
-
હવામાન વિભાગે 5 અને 6 જુલાઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં ચોમાસાના પગલે ઘણા વિસ્તારોમાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 5 અને 6 જુલાઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.કુમાઉના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ ગઢવાલના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને 24 થી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પગલે ભુસ્ખલનની સાથે સાથએ નદીઓ અને નાળાઓમાં પાણીની ભરપુર આવકના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે.રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ યથાવત છે.
લોકોને નદીઓ અને નાળાઓ પાસે જવાનું ટાળવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે, જો અત્યંત જરૂરી હોય તો જ મુસાફરી કરો અન્યથા સલામત સ્થળે રહો, જેથી જાન-માલનું નુકસાન ન થાય. સાથે જે તેમણે 7 જુલાઈથી વરસાદમાં ઘટાડો થવાની આગાહી કરી છે.તેમણે કહ્યું કે કુમાઉ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પર્વતની મુલાકાત લેતા લોકોને ધીરજ રાખવાની અપીલ કરતાં તેમણે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.
