Skip to main content
Settings Settings for Dark

NEET-PG પરીક્ષાની નવી તારીખ જાહેર, 11મી ઓગસ્ટે બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે

Live TV

X
  • નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ (NBEMS) એ NEET-PG પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે

    NEET-PG પરીક્ષાની નવી તારીખ જાહેર, 11મી ઓગસ્ટે બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે

    નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ (NBEMS) એ NEET-PG પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. 11 ઓગસ્ટેને રવિવારના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે.નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ નવી દિલ્હી દ્વારા નોટિસ જાહેર કરી પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે.

     

    નોટિસમાં લખવામાં આવ્યું છે કે, "NEET-PG 2024ની પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષા 11 ઓગસ્ટ, 2024ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. NEET-PG 2024માં બેસવા માટેની લાયકાતના હેતુ માટે કટ-ઑફ તારીખ 15 ઑગસ્ટ  2024 નક્કી કરવામાં આવી છે

    પરીક્ષાના સંચાલન અંગેની વધુ માહિતી NBEMS વેબસાઇટ https://natboard.edu.in પર પ્રકાશિત કરવામાં આવશે. નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે કે કોઈપણ પ્રશ્ન, સ્પષ્ટતા અથવા સહાય માટે વિદ્યાર્થીઓ https://exam.natboard.edu.in/communication.php?page=main પરથી માર્ગદર્શન મેળવી શકશે

    નાંધનીય છે કે NITI-PGની પરીક્ષા 23 જૂને યોજાવાની હતી. પરંતુ, કથિત પેપર લીક વિવાદ બાદ તેને મોકૂફ રાખવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply